મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં MBBSનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ, પોલીસે CCTV ફૂટેજના આધારે શરૂ કરી તપાસ

વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પારસ મકવાણા રહસ્યમય રીતે ગુમ થતા ચ

વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પારસ મકવાણા રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી છે. મૂળ ધાનેરાના ઢૂંઢી ગામનો આ વિદ્યાર્થી ૨૮ તારીખે હોસ્ટેલથી નીકળ્યા બાદ લાપતા છે. અંતિમ સમયે ૧૬૦૦નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા પછી તેનો ફોન બંધ થઈ ગયો હતો. ચિંતિત પરિવાર વડોદરા દોડી આવ્યો છે અને રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વિદ્યાર્થીની શોધખોળ તેજ કરી છે. તબીબી વિદ્યાર્થી ગુમ થતા મેડિકલ આલમમાં ખળભળાટ મચ્યો છે.

આ સમાચાર શેર કરો