VIDEO: ગેરકાયદેસર મદ્રરેસા, આપત્તિજનક સાહિત્ય મામલામાં પોલીસે મૌલાનાની અટકાયત કરી
ભાવનગર જિલ્લાના સીદસર ગામના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા

ભાવનગર જિલ્લાના સીદસર ગામના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને આપત્તિજનક સાહિત્યના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ, એસઓજી, એલઆઈબી અને સિવિલ વહીવટી તંત્રની સંયુક્ત ટીમે કોમ્બિંગ કાસો ઓપરેશન દરમિયાન હાઉસિંગ બોર્ડના મકાનોમાં ચાલતા ગેરકાયદેસર મદરેસાનો પર્દાફાશ કર્યો. દરોડા દરમિયાન અન્ય ધર્મો અને રાષ્ટ્રીય અખંડિતતા વિરુદ્ધ ભડકાઉ સાહિત્ય પણ મળી આવ્યું…. બનાસકાંઠાના ૨૬ વર્ષીય મૌલાના સફી અબ્બાસ મરેડિયાને અટકાયત કરવામાં આવ્યો છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને મોટા ફંડિંગ, આતંકી કનેક્શન અને ધર્મ પરિવર્તનની આખી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.




