મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO: કચ્છના ગેરકાયદેસર રેતી ખનન કેસમાં હાઈકોર્ટે આરોપીના જામીન રદ કર્યા

કચ્છના ગેરકાયદેસર રેતી ખનન વિરોધી સામાજિક કાર્યકર પૃથ્વીરાજ હત્યા કેસમાં ગુજરાત

તસવીર: gstv

કચ્છના ગેરકાયદેસર રેતી ખનન વિરોધી સામાજિક કાર્યકર પૃથ્વીરાજ હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે આરોપી વાલજી ચાડને અગાઉ આપેલા જામીનને રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર તમામ પુરાવા અને ઘટનાક્રમની સુનાવણી બાદ કોર્ટે અરજી ફગાવી હતી. 2023માં JCB વડે કારને ટક્કર મારીને પૃથ્વીરાજની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. પ્રોસિક્યુશને વાલજીને આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. જામીન દરમિયાન સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદો પણ નોંધાઈ છે.હાઈકોર્ટે ગુનાની ગંભીરતા અને પુરાવા સાથે ચેડાંની શક્યતા જોતાં જામીન અરજી નકારી છે. આદેશના અમલ પર બે અઠવાડિયાનો સ્ટે આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો