Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO : Mega demolition of Tantra late night in Old Kandla of Kutch

VIDEO : કચ્છના જૂના કંડલામાં મોડી રાત્રે તંત્રનું મેગા ડિમોલેશન

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છ જિલ્લાના જૂના કંડલા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે વાગ્યાથી વહીવટી તંત્ર દ્વારા એક મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં આવી છે. જો કે, આ ડિમોલેશન દરમિયાન ત્યાં આવેલી એક મસ્જિદને પણ તોડી પાડવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મસ્જિદ વકફ બોર્ડમાં યોગ્ય રીતે નોંધાયેલી હોવા છતાં તંત્ર દ્વારા તેને મોડી રાત્રે તોડી પાડવામાં આવી છે. હાલમાં આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તહેનાત રાખવામાં આવી છે.

App Store