Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: A late night fire broke out at Vible Hospital on Hospital Road in Bhuj, Kutch

VIDEO : કચ્છના ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલી વાઇબલ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કચ્છના ભુજ શહેરના વ્યસ્ત એવા હોસ્પિટલ રોડ પર આવેલી વાઇબલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગના કારણે હોસ્પિટલના બિલ્ડિંગમાં કાળોઝીંક ધુમાડો ખૂબ જ ફેલાઈ ગયો હતો, જેમાં સારવાર લઈ રહેલી બે મહિલા દર્દીઓ ગૂંગળામણને કારણે ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. જો કે, ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને સમયસૂચકતા વાપરીને બંને મહિલા દર્દીઓને આ ધુમાડાના સામ્રાજ્યમાંથી સલામત રીતે બહાર કાઢી અન્યત્ર ખસેડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store