VIDEO: સૌરાષ્ટ્રનો સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ
રાજકોટમાં પોલીસ કમિશનરેટની પીસીબીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો મોટો પર્દાફ

રાજકોટમાં પોલીસ કમિશનરેટની પીસીબીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. માત્ર નવ દિવસની ઝડપી કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ વીસ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 68 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો શકીલ સાદીક મન્સુરી આ સમગ્ર રેકેટનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. તે ચીખલીઘર ગેંગ પાસેથી માત્ર દસથી પંદર હજાર રૂપિયામાં હથિયારો ખરીદીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. આ કેસમાં રાજકોટના પ્રદીપ કરપડા, જયસુખ ઉર્ફે જેસો અને ગાવસ્કર રોજાસરા જેવા સપ્લાયરોના નામનો પણ ખુલાસો થયો છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આ હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા.



