મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં ભીષણ આગ, 40થી વધુ મુસાફરોને બચાવાયા

સાબરકાંઠામાં હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલા પ્રાંતિજ-કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં

સાબરકાંઠામાં હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલા પ્રાંતિજ-કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. ખાનગી બસનું ટાયર ફાટતા આ આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતા જ ડ્રાઇવરે સમય સુચકતા વાપરતા તમામ 40 મુસાફરોને બસની અંદરથી બહાર કાઢ્યા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોત જોતામાં જ બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો