Video: પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી; ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે, મેજર કોલ જાહેર
Massive fire breaks out in chemical factory in Peepalj, fire brigad at the spot | અમદાવાદના પીપળજની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં દોડધામ મચી છે. આગ લાગવાની જાણ

અમદાવાદના પીપળજની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં દોડધામ મચી છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 25 ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. હર્ષ કેમિકલ ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ એટલી ભયાનક હતી કે 2 કિમી દૂરથી પણ આગના ધુમાડા દેખાતા હતા. જો કે હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કરી દીધો છે.
તમામ ફાયર સ્ટેશનની ગાડીઓને પીપળજ મોકલાઈ
આગ બેકાબૂ બનતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિત તમામ ડિવિઝનલ ફાયર ઓફિસના ફાયરના અધિકારીઓ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે. તમામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓને પીપળજ ખાતે મોકલવામાં આવી છે.







