VIDEO: ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ બે અઠવાડિયા બાદ પણ બેકાબૂ, હવાનું પ્રદૂષણ વધ્યું
સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ બે અઠવાડિયા બાદ પણ બેકાબૂ રહેતા
સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ બે અઠવાડિયા બાદ પણ બેકાબૂ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 20 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી આ આગને કારણે પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતા ત્રણ ગણું વધી ગયું છે. હવામાં PM 10નું પ્રમાણ 203 માઈક્રોગ્રામ નોંધાતા લોકોને માસ્ક પહેરવા અને એર પ્યુરિફાયર વસાવવા મજબૂર થવું પડ્યું છે. GPCBની નોટિસ છતાં મનપા તંત્ર નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.






