VIDEO: સાઉદી હુમલા બાદ યમનના તાઈઝના બજારમાં ભારે તબાહી, 7 લોકોના મોત અને સમગ્ર વિસ્તાર તબાહ
યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ મ

યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ (જાહેર બજાર) આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ તબાહીનો ખોફનાક મંજર સામે આવ્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 7 નિર્દોષ લોકોના મોત થયા છે અને બાળકો સહિત ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. હુથીઓના 'અલ-મસીરા' ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં માર્કેટમાંથી ધુમાડાના ગોટા ઉડતા અને ખાદ્યસામગ્રી ભરેલા ગોડાઉન તબાહ થયેલા જોવા મળી રહ્યા છે.
હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ નાગરિક વિસ્તારો પર જાણીજોઈને બોમ્બમારો કરીને નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું છે. હુથી આરોગ્ય મંત્રાલયે આ હુમલાને નિર્દયી ગણાવીને ટૂંક સમયમાં જ સાઉદી અરેબિયા સામે વળતો પ્રહાર કરીને બદલો લેવાની ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમન સરકારના વફાદાર સૈનિકોએ હુથીઓના દાવો ફગાવતા જણાવ્યું હતું કે એરફોર્સે માત્ર હુથીઓના સૈન્ય ડિપો અને વાહનોને જ નિશાન બનાવ્યા હતા.




