મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સચિવાલય વહિવટી માળખામાં અધિકારીઓની સામુહિક બદલીના આદેશ , આ મહત્ત્વના વિભાગોનો સમાવેશ!

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેર

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ વિવિધ વિભાગોમાં કાર્યરત 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. આ સાથે જ, સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપી નવી નિમણૂકો આપવામાં આવી છે. તમામ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો