VIDEO: માંજલપુર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલ

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક કેન્દ્રો પર ઉત્સાહભેર મતદાન જોવા મળી રહ્યું છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષોએ જીત માટે જોરદાર પ્રચાર કર્યો હતો, જ્યારે હવે મતદારો પોતાના મત દ્વારા ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા છે. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે.




