મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મમતા બેનર્જીએ TMC ધારાસભ્યો સાથે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા સ્થિત તેમના નિવાસસ્થાને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા સ્થિત તેમના નિવાસસ્થાને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો સાથે યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને પક્ષના આગામી રોડમેપ અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું.

મમતા બેનર્જીએ તમામ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં જનસંપર્ક વધારવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૂચના આપી હતી. બેઠકમાં સંગઠનાત્મક મજબૂતી અને વિપક્ષના પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવ્યું હતું . અંદાજે બે કલાક ચાલેલી આ બેઠક બાદ ધારાસભ્યોએ પક્ષમાં એકતા અને સંકલન જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 

આ સમાચાર શેર કરો