મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિ નિમિતે સૂર્યપૂજા અને ગૌપૂજા કરાઈ, 300 પરિવારો ઓનલાઈન જોડાયા

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીસોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોકત વિધિવિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા. સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળા માંથી લવાયેલ ગૌમાતાને શ્રૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 300 થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો