VIDEO: કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, EPFO વેતન મર્યાદા વધારીને રૂ.25,000 કરાઈ
કેન્દ્રીય કેબિનેટે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા રૂ.15 હજારથ

કેન્દ્રીય કેબિનેટે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા રૂ.15 હજારથી વધારીને રૂ.25 હજાર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી 15થી 25 હજાર રૂપિયા માસિક આવક ધરાવતા કર્મચારીઓને ફરજિયાત સામાજિક સુરક્ષાનો લાભ મળશે. સરકારના આ પગલાથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ EPF, પેન્શન અને વીમા કવચ હેઠળ આવશે. નવા નિયમથી કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી PF ખાતામાં યોગદાન જમા થશે. સાથે જ પેન્શનપાત્ર વેતનનો દાયરો વધતાં કર્મચારીઓને ભવિષ્યમાં વધુ પેન્શન સુરક્ષા મળવાની શક્યતા છે.




