VIDEO: મધ્યપ્રદેશમાં મા બગલામુખી મંદિર પાસે મોટી દુર્ઘટના, વરસાદી પાણીમાં કાર તણાતા 8 શ્રદ્ધાળુઓના મોત
મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં આવેલ

મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં આવેલા પ્રસિદ્ધ મા બગલામુખી મંદિર પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે પાણીમાં તણાઈ જવાથી કારમાં સવાર 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કેટલાક શ્રદ્ધાળુઓ મા બગલામુખીના દર્શન કરવા માટે નલખેડા આવ્યા હતા. રાત્રે વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે મંદિર પાસે આવેલા વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની કાર પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ અને નાળામાં તણાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની સૂચના મળતાની સાથે જ વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.




