VIDEO: ઉત્તર પ્રદેશમાં ટ્રિપલ મર્ડર કેસનો મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના ખુરજામાં બનેલી ચકચારી ટ્રિપલ મર્ડરની ઘટનાના
ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના ખુરજામાં બનેલી ચકચારી ટ્રિપલ મર્ડરની ઘટનાના મુખ્ય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ આરોપી પર પોલીસે 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
ગુપ્ત માહિતીના આધારે જ્યારે પોલીસે આરોપીને પકડવા માટે ઘેરાબંધી કરી, ત્યારે તેણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં પોલીસે આત્મરક્ષાર્થે વળતો પ્રહાર કરતા આરોપી ઠાર મરાયો હતો. આ કાર્યવાહી દ્વારા યુપી પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે.


