VIDEO : મહીસાગર બૂથ કેપ્ચરિંગ અંગે કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી, જુઓ શું કહ્યું
Mahisagar booth Capturing : દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામ

Mahisagar booth Capturing : દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુર ગામે બુથ કેપ્ચરની ઘટના મામલે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 11 મેના રોજ માત્ર પ્રથમપુરના 220 બુથ પર ફેર મતદાન કરવામાં આવશે.
આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા મહીસાગર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી નેહા કુમારીએ કહ્યું કે 7મી મેની મોડી રાતે બુથ કેપ્ચરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી સહિત વહીવટી તંત્ર તેમજ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી વીડિયોને લઈ પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી અને વીડિયો મામલે વિજય ભાભોર તેમજ અન્ય મગન ડામોરની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી કરી છે.
ત્યારે બીજી તરફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે જેમાં ચાર જેટલા કર્મચારી અને એક પોલીસકર્મી અને એક GRD જવાનને સસ્પેન્ડ કર્યાં છે.
ચૂંટણી પંચ દ્વારા 11મી મેના રોજ ફરીથી સંતરામપુરના પ્રથમપુર બુથ નંબર 220માં 1224 મતદાતાઓનું મતદાન યોજાશે, જેમાં 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારો ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, વહીવટી તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવશે.






