મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : જયપુરમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતીની ભવ્ય ઉજવણી, CM ભજનલાલ શર્માએ આપી ભાવાંજલિ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કેબિનેટ મંત્રીઓ સાથે જયપુરના બિરલા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કેબિનેટ મંત્રીઓ સાથે જયપુરના બિરલા ઓડિટોરિયમ ખાતે મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે મહાન સમાજ સુધારક ફૂલેને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને આદર્શોને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં શિક્ષણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે જ્યોતિબા ફૂલેના પ્રદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના વિચારો આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગોના ઉત્થાન માટે લેવાયેલા નિર્ણયોની પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં, મુખ્યમંત્રીએ સૌને ફૂલેના માર્ગે ચાલીને સમરસ સમાજ બનાવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.

આ સમાચાર શેર કરો