Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shubhendu Adhikari's name almost confirmed as next Chief Minister of West Bengal

બંગાળમાં ભાજપ યુગની શરૂઆત: શુભેન્દુ અધિકારી CMની રેસમાં સૌથી આગળ, બે ડેપ્યુટી CM શપથ લે તેવી શક્યતા

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
બંગાળમાં ભાજપ યુગની શરૂઆત: શુભેન્દુ અધિકારી CMની રેસમાં સૌથી આગળ, બે ડેપ્યુટી CM શપથ લે તેવી શક્યતા
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે કોલકાતા પહોંચી ગયા છે, જ્યાં તેઓ ભાજપના તમામ 206 ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

App Store

શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ

શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં બે મોટી જીત હાંસલ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમણે નંદીગ્રામ બેઠક જાળવી રાખવાની સાથે મમતા બેનરજીના ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પર પણ વિજય મેળવ્યો છે. શુભેન્દુ અધિકારી અગાઉ મમતા બેનરજીના નજીકના સાથી હતા અને ડિસેમ્બર 2020માં ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે.

નવી સરકારમાં કોને મળી શકે છે સ્થાન?

શુભેન્દુ અધિકારીની સંભવિત કેબિનેટમાં અનેક દિગ્ગજ ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશીથ પ્રામાણિક, રૂપા ગાંગુલી, સ્વપન દાસગુપ્તા, શંકર ઘોષ, તાપસ રોય, અશોક ડિંડા અને ડૉ. રાજેશ કુમાર જેવા નેતાઓના નામ ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળમાં આ પરિવર્તન રાજ્યના રાજકીય ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

તૃણમૂલના 15 વર્ષના શાસનનો અંત

તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ ગુરુવારે વિધાનસભા ભંગ કરી દીધી હતી, જેનાથી હવે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. બંગાળમાં આ સત્તા પરિવર્તનને પગલે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણની રાહ આખું ભારત જોઈ રહ્યું છે.