VIDEO: મુંબઈમાં સ્પોટ થઈ Madhuri-Trupti Dimri, ક્રેઝી ક્રાઈમ-કોમેડી ફિલ્મ માટે ફેન્સ એક્સાઈટેડ!
બોલિવૂડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત હવે એકદમ નવા જ અંદાજમાં દર્શકો સમક્ષ
બોલિવૂડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત હવે એકદમ નવા જ અંદાજમાં દર્શકો સમક્ષ આવી રહી છે. માધુરી દીક્ષિત અને 'એનિમલ' ફેમ તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં નેટફ્લિક્સની આગામી ક્રાઈમ-કોમેડી ફિલ્મ 'મા બહેન'માં સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. હાલમાં જ આ બંને અભિનેત્રીઓ ફિલ્મના પ્રમોશન દરમિયાન મુંબઈમાં સ્પોટ થઈ હતી, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સુરેશ ત્રિવેણી દ્વારા નિર્દેશિત આ ડાર્ક-કોમેડી ફિલ્મ 4 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા એક સિંગલ મધર (રેખા) અને તેની બે દીકરીઓની (જયા અને સુષ્મા) છે, જેમના રસોડામાં અચાનક એક લાશ મળી આવે છે અને ત્યારપછી આખા મહોલ્લાથી સત્ય છુપાવવા માટે અફરાતફરી શરૂ થાય છે.
આ ફિલ્મમાં માધુરી અને તૃપ્તિ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધરણા દુર્ગા અને પાવરહાઉસ એક્ટર રવિ કિશન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટીઝર અને ડેટ એનાઉન્સમેન્ટ વીડિયોને દર્શકોનો ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.





