મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈન જોવા મળી, ભાવમાં તફાવતને લીધે પાડોશી રાજ્યમાં લોકો પણ ઉમટ્યા

મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડના ઉમરગામમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈને જોવા મળી હતી. આ ઔદ્યોગિક વિસ

 મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડના ઉમરગામમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈને જોવા મળી હતી. આ ઔદ્યોગિક વિસ્તારમાં ઈંધણના ભાવમાં તફાવત હોવાથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના વાહન ચાલકો પણ અહીં પેટ્રોલ પુરાવવા આવતા વાહનચાલકોનો ભારે ધસારો રહે છે. કાચા તેલની અછતને પગલે સ્થાનિક પેટ્રોલ પંપો પર હાલ લિમિટેડ સ્ટોકની સ્થિતિ સર્જાઈ છે, તેથી ત્યાં વાહન ચાલકોને માત્ર ૧૦૦ રૂપિયાનું અથવા મર્યાદિત ઈંધણ જ આપવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઈંધણ પુરવઠો સાવ ખૂટી જવાની ભીતિએ સામાન્ય જનતા અને શ્રમિકોમાં ભારે ચિંતા પ્રસરી છે. 

આ સમાચાર શેર કરો