Video: માળીયા હાટીનામાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો, ઈંધણ અછતની અફવાઓથી દૂર રહેવા કરાઈ અપીલ
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનચાલકોન
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અફવાઓને કારણે લોકો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક કરવા માટે પંપો પર ઉમટી પડતા લાંબી કતારો લાગી છે.
પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે હાલમાં પેટ્રોલિયમ કંપનીઓ તરફથી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. ખાડી દેશોમાં યુદ્ધના એંધાણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે અફવાઓ ફેલાઈ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પરંતુ પંપ સંચાલકો મુજબ લોકો ગભરાઈને સ્ટોક કરવા ન દોડે અને શાંતિ જાળવે.
જાહેરાત






