VIDEO: લોક દરબારમાં ગોરધન ઝડફિયા અને મેયરની હાજરીમાં સ્થાનિકોનો હોબાળો
અમદાવાદના નિકોલમાં મેયરની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં સ્થાનિકોએ મુશ્કેલી મુદ્દે હોબાળો

અમદાવાદના નિકોલમાં મેયરની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં સ્થાનિકોએ મુશ્કેલી મુદ્દે હોબાળો કર્યો. કાર્યક્રમમાં આવેલા સ્થાનિકોએ ગોરધન ઝડફિયા અને મેયર હિતેશ બારોટની હાજરીમાં નારાજગી દર્શાવી. વિસ્તારની મુશ્કેલીઓ દૂર ન થતા થોડા સમય માટે અરજદારોનો મિજાજ આકરા પાણીએ જોવા મળ્યો. બધા જ પોતાની ખુરશી પરથી ઉભા થઈ જતા નેતાઓ પણ અચંબામાં પડી ગયા હતા. અંતે સ્થિતિ સંભાળવા માટે ખુદ ગોરધન ઝડફિયાએ સ્ટેજ પરથી નીચે ઉતરવું પડ્યું હતુ.



