VIDEO: હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર: ૨૫૯ લોકોના મોત, ૧,૨૦૦ કરોડથી વધુનું નુકસાન થયું
હિમાચલના કટોકટી કામગીરી કેન્દ્રના ડેટા મુજબ પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસાદ અને આ

હિમાચલના કટોકટી કામગીરી કેન્દ્રના ડેટા મુજબ પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસાદ અને આપત્તિજનક ઘટનાઓમાં મૃત્યુઆંક ૨૫૯ પર પહોંચ્યો છે. ૩૦ જૂનથી શરૂ થયેલા આ સમયગાળામાં ૧૫૦થી વધુ રસ્તાઓ બંધ છે અને ૩૭૪ વિતરણ ટ્રાન્સફોર્મર ઠપ થતાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. જાહેર અને ખાનગી સંપત્તિને કુલ 1 હજાર 202 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં પીએડબ્લ્યુડી વિભાગને સૌથી વધુ ફટકો પડ્યો છે. ઉપરાંત, ૪૬૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને ૪૬૦ મૂંગા પશુઓના પણ મોત નીપજ્યા છે. નવા વરસાદને કારણે જનજીવન વધુ અસ્તવ્યસ્ત બન્યું છે.




