મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફત: વરસાદજન્ય અકસ્માતોમાં ૧૯૭ લોકોના મોત, 1000 કરોડનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતને કારણે ભારે તારાજી સર્જાઈ છે.

તસવીર: gstv

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ૩૦ જૂનથી શરૂ થયેલી ચોમાસાની ઋતુમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં ૮૧ અને માર્ગ અકસ્માતોમાં ૧૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે. ૧૯ ઓગસ્ટ સુધીમાં રાજ્યને આશરે ૧ હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે....ભારે વરસાદને લીધે ૨૭૯ રસ્તાઓ બંધ થયા છે, ૩૧૦ ટ્રાન્સફોર્મર બગડ્યા છે અને ૮૪ પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે. ચંડીગઢ-શિમલા હાઈવે અને કાલકા-શિમલા રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલન તથા કાટમાળ પડવાથી વ્યવહારાને ભારે અસર થઈ છે. હવામાન વિભાગે સાત જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે.

આ સમાચાર શેર કરો