VIDEO: સાવલી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ P.I.ની બદલી થતાં સ્થાનિકોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન બહાર સ્થાનિકોએ ફટાકડા ફો

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન બહાર સ્થાનિકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે સાવલી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ P.I. જે.યુ.ગોહિલની બદલી થતાં ભોગ બનનારા દ્વારા પોલીસ મથક બહાર અનોખી ઉજવણી કરી હતી.

સાવલી પોલીસ સ્ટેશનના P.I. સતત ચર્ચામાં રહ્યા 

ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસ સ્ટેશનના P.I. સતત ચર્ચામાં રહ્યા હતા. અગાઉ તાલુકાના નિર્દોષ યુવકોને સામાન્ય બાબતે માર માર્યાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેઓ વર્દીનો સામાન્ય લોકો પર રોફ જમાવતા હતા. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઈ શુભ પ્રસંગમાં આવકારવા માટે કે ખુશીમાં ફટાકડા ફોડવામાં આવે છે, પરંતુ સાવલીમાં વિવાદસ્પદ P.I.ની બદલીની ખુશીમાં ફટાકડા ફૂટ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત