VIDEO: સુરતના ઉધનામાં મોબાઈલ ચોરને સ્થાનિકોએ રંગેહાથ ઝડપ્યો, યુવકને પકડીને પોલીસને હવાલે કરાયો
thief સુરતના ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થ
thief સુરતના ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં ભેસ્તાન આવાસમાં રહેતા એક મોબાઈલ ચોરને સ્થાનિક લોકોએ ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ચોર પકડાતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને એકત્રિત થયેલા ટોળાએ તેને રસ્તા પર જ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોના મારથી બચવા માટે યુવક આજીજી કરતો જોવા મળ્યો હતો, સ્થાનિક લોકોએ મેથીપાક આપ્યા બાદ આ ચોરને પોલીસને હવાલે કર્યો હતો. જો કે, આ ચોરીની ઘટનામાં સામેલ તેના અન્ય બે સાગરીતો મોકો જોઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. હાલ ઉધના પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


