મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં રોડનું કામ અધૂરું હોવાને કારણે સ્થાનિકોમાં આક્રોશ, કોંગ્રેસના આગેવાનોએ કર્યું પ્રદર્શન

ભાવનગરના સરદારનગર વોર્ડમાં શિવાજી સર્કલથી તળાજા જકાતનાકા સુધીના રોડનું કામ છેલ

ભાવનગરના સરદારનગર વોર્ડમાં શિવાજી સર્કલથી તળાજા જકાતનાકા સુધીના રોડનું કામ છેલ્લા દોઢ-બે વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં રસ્તાઓ હજુ પણ ખોદાયેલી હાલતમાં છે, જેને લીધે ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા વકરી છે. આ ઉપરાંત, ખોદાયેલા ખાડાઓને કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય પણ વધ્યો છે.

આ ગંભીર પ્રશ્ને આજે કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તંત્રની નિષ્ક્રિયતાને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. સત્વરે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો