મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં સિંહ જંગલ છોડીને સોસાયટીમાં ફરવા નીકળ્યા

ગીરના ડાલામથ્થા હવે શહેરી વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા છે. જુનાગઢ શહેરના રહેણાંક એપાર્ટમેન્ટમાં સિંહ સિંહણ મારણ માટે ઘૂસી આ

ગીરના ડાલામથ્થા હવે શહેરી વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા છે. જુનાગઢ શહેરના રહેણાંક એપાર્ટમેન્ટમાં સિંહ સિંહણ મારણ માટે ઘૂસી આવ્યા હતા. જૂનાગઢના રાધિકા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઘૂસી ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢમાં સોસાયટી વિસ્તારમાં સિંહોની લટાર સામાન્ય બની ગઈ છે. 

આ પણ વાંચોઃ જૂનાગઢ/ હોટલના બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ પતિને ફોન કરીને કરી જાણ

જણાવી દઈએ કે, જૂનાગઢમાં છેલ્લા અઠવાડિયાથી વાડલા ફાટક નજીકની સોસાયટીઓમાં સિંહોએ ધામા નાખ્યા છે. સિંહ-સિંહણ સોસાયટીઓમાં ઘૂસીને અવારનવાર શિકાર કરી રહ્યા છે. રાધિકા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગાયનો શિકાર કરે તે પૂર્વે સ્થાનિકોએ હાકલા પડકાર કરતા સિંહ ભાગી ગયા હતા.

આ સમાચાર શેર કરો