મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં શિકાર માટે નિકળ્યો સિંહ પરિવાર, સીસીટીવીમાં કેદ ઘટના

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં એક સિંહ પરિવાર અચાનક રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો. શિકારની શોધમાં આમતેમ ફાંફાં

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં એક સિંહ પરિવાર અચાનક રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો. શિકારની શોધમાં આમતેમ ફાંફાં માર્યા પરંતુ કશું ન મળતા આખરે ત્યાંથી નિકળી ગયો. આ સમગ્ર ઘટનાનો  વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ખાંભા શહેરના અલગ અલગ રહેણાંક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ૪ સિંહ સભ્યોનો પરિવાર આંટાફેરા મારી રહ્યો છે. એવામાં ફરી એક રાત્રી દરમિયાન શિકારની શોધમાં નિકળેલ બે સિંહણ અને બે સિંહબાળ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં અંગત અદાવતમાં મારામારી, યુવક પર કર્યો જીવલેણ હુમલો

બે દિવસ પેહલા જ આ સિંહોએ એક અશ્વનો શિકાર કર્યો હતો. ફરી શિકારની શોધમાં ૪ સિંહો ખાંભા શહેરના  વિસ્તારમાં આવી ચડ્યા હતા. બે સિંહણ અને બે સિંહબાળનો સીસીટીવી વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાંભાના માન્કેશ્વર મંદિર જવાના રસ્તે સિંહણ અને બે સિંહબાળ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. સિંહોના કાયમી આટા ફેરા વધવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો