Video-સુરતમાં આવકના દાખલા માટેની લાઈનો યથાવત, કલાકો સુધી ઉભા રહેતા લોકોમાં રોષ
શાળામાં નવું સુત્ર ખુલે ત્યારે વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ માટે આવકના દાખલાની તાતી જરૂર પડવાની છે. ત્યારે અત્યારથ

શાળામાં નવું સુત્ર ખુલે ત્યારે વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ માટે આવકના દાખલાની તાતી જરૂર પડવાની છે. ત્યારે અત્યારથી સુરતની વિવિધ કચેરીઓમાં આવકના દાખલા માટે લોકોની લાઈનો લાગી રહી છે. ત્યારે અઠવા લાઈન નાગરિક સુવિધા કેન્દ્રમાં આવકના દાખલા માટે લોકોની લાઈનો લાગી રહી છે. લોકો વહેલી સવારથી ટોકન માટે લાઈનમાં કતાર લગાવી રહ્યાં છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યાં છે કે, આટલી ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી નંબર નથી આવતો, આવી હાલાકી માટે અમે વોટ નથી આપ્યો. વિદ્યાર્થીઓના હિતમાં સ્ટાફ વધારવો જોઈએ. આવકનો દાખલો સરળતાથી મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.




