મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીરપુરમાં મકાન પર વીજળી પડી, વીજ ઉપકરણોને થયું નુકસાન

યાત્રાધામ વીરપુરમાં રાત્રી દરમિયાન વીજળીના કડાકા ભડાકા વચ્ચે એક મકાન પર વીજળી પડવાની ઘટના બ

યાત્રાધામ વીરપુરમાં રાત્રી દરમિયાન વીજળીના કડાકા ભડાકા વચ્ચે એક મકાન પર વીજળી પડવાની ઘટના બની. રેલવે સ્ટેશન રોડ પર કલ્પ નામના 2 માળના મકાનની અગાસી પર વીજળી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. 

વીજ ઉપકરણોને થયું 

વીજળી અગાસીની છત તોડીને નીચે ઈલેક્ટ્રિક વાયરિંગમાં પ્રસરી જેને કારણે ઘરમાં રહેલા વીજ ઉપકરણોને નુકસાન થયું. મકાનમાં વીજળી પડતા અગાસીની દીવાલ તેમજ રૂમની છતને પણ નુકસાન થયું છે. મકાનમાં વીજળી પડતા ટીવી, ફ્રિઝ, પંખા ,લાઈટો સહિતના વીજ ઉપકરણોને નુકસાન થયું છે. સદનસીબે વીજળી પડવાની આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

આ સમાચાર શેર કરો