મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલીના ભવાનીપુરામાં દીપડાની દહેશત, કોતર વિસ્તારમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ!

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભવાનીપુરા ગામમાં દીપ

તસવીર: GSTV

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભવાનીપુરા ગામમાં દીપડાની હાજરીથી ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામના કોતર વિસ્તાર નજીક દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કોતર નજીક ખેતરો અને પશુઓના વાડા આવેલા હોવાથી વહેલી સવારે તેમજ સાંજના સમયે સીમ વિસ્તારમાં જતાં લોકો ફફડી રહ્યા છે. દીપડાના વીડિયોએ સમગ્ર ગામમાં દહેશત ફેલાવી દેતાં સ્થાનિકો પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. બનાવ અંગે ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરી અન્યત્ર ખસેડવા માટે વિનંતી સાથે ઉગ્ર માંગ કરી છે..

આ સમાચાર શેર કરો