મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સાવલીના સમલાયામાં કેનાલમાં પ્રદૂષિત પાણી છોડાતા વિવાદ

વડોદરાના સાવલી સમલાયા પંથકમાં આવેલી સેંકડો ઔદ્યોગિક એકમો GPCBના નિયમોનું ઉલ્લંઘન

વડોદરાના સાવલી સમલાયા પંથકમાં આવેલી સેંકડો ઔદ્યોગિક એકમો GPCBના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘન અને પ્રવાહી કચરો બેફામ રીતે નિકાલ કરે છે. વડદલા, વેમાર અને ગરઘીયા ગામની સીમ અને કેનાલમાં કેમિકલયુક્ત લાલ પાણી છોડવામાં આવે છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણી સિંચાઈ કેનાલ અને તળાવમાં ભળતાં ખેતી અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનો આરોપ છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કેમિકલયુક્ત પાણીથી પાક બગડી રહ્યા છે અને પશુધનના આરોગ્ય પર અસર થઈ રહી છે. ભૂગર્ભ જળને પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ પ્રદૂષણ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો