મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા: પાણીની લાઇનનો રૂટ બદલાતા મોટો વિવાદ

VIDEO: Vadodara: Big controversy over changing the route of water lines | વડોદરા મહાનગરપાલિકામાં નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી નાખવામાં આવી રહેલી નવી મુખ્ય પાણી

વડોદરા મહાનગરપાલિકામાં નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી નાખવામાં આવી રહેલી નવી મુખ્ય પાણીની લાઇનમાં અચાનક રૂટ ડાયવર્ઝન કરાતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે. તંત્ર દ્વારા લાઇનને સીધી લાવવાને બદલે સયાજીપુરા હાઇવેથી ગોળ ગોળ ફેરવીને ત્રણ જગ્યાએ 90  અંશના કાટખૂણેથી પસાર કરવાનો નવો રૂટ નક્કી કરાયો છે, જેના લીધે નવ કરોડ સાડત્રીસ લાખથી વધુનો વધારાનો આર્થિક બોજો જનતાની તિજોરી પર નાખવાની તૈયારી થઈ રહી છે. ગ્રેવિટી લાઇનને આ પ્રકારે વાળવાનો કોઈ અર્થ ન હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશીએ સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને આ સમગ્ર દરખાસ્તને નામાંજૂર કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો