Video: પારનેરા મંદિરમાં દીપડાએ મારી લટાર, શ્વાનોમાં મચી અફડાતફડી
વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે ગણાતા પારનેરા ડુંગર અને આજુબાજુમાં આવેલા જંગલ વિસ્તારમાંથી વન્ય

વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે ગણાતા પારનેરા ડુંગર અને આજુબાજુમાં આવેલા જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી દીપડો શિકાર અને પાણીની શોધમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહે છે. ગત 29 નવેમ્બરના રોજ વન્ય પ્રાણી દીપડો રાત્રે પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિર પરિષદમાં વન્ય પ્રાણી દીપડો આવી પહોંચ્યો હતો. વન્ય પ્રાણી દીપડાએ મંદિર પરિષદમાં શિકારની શોધમાં આવી પહોંચ્યો હોવાથી કુતરાઓમાં દોડ ધામ મચી ગઇ હતી. પારનેરા ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે 10 જેટલા કુતરાઓના બચ્ચાઓનું દીપડાએ મારણ કર્યું હતું. બીજા દિવસે મંદિર પરિષદ નજીક કુતરાઓના બચ્ચાઓનું મારણ કર્યાના આવશેષ અને દીપડાની હાજરીના નિશાનો મળતા મંદિર સંચાલકોએ મંદિર પરિષદમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા CCTV કેમેરામાં દીપડાની તમામ હરકતો કેદ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ અને આગ્રણીઓને કરવામાં આવી હતી. સરપંચે તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા દીપડાની હાજરી અવશેષ મળ્યા હતા.




