VIDEO: મોડાસા પંથકમાં બે દિવસથી દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ, પશુબાળ પર હુમલો કર્યો હોવાની ચર્ચા
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં બે દિવસથી દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મોડાસાના ચોપડા, શ
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં બે દિવસથી દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મોડાસાના ચોપડા, શીતપુર ધુણાવાડામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. શીતપુર અને ચોપડા પંથકમાં પશુબાળ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. બાળકોને સ્કૂલ વાનમાં મુકવા જતા સમયે ચોપડા ગામના માર્ગ પર દીપડાની લટાર મારતી તસવીરો એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી. દીપડાની દહેશતને લઇને વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.




