VIDEO: અમરેલીમાં શિકારની શોધમાં દિપડો પેટ્રોલપંપ પર આવી ચડ્યો, પંપ પર કામ કરતા સ્થાનિકોમાં ફફડાટ
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી અવાર નવાર જંગલી જાનવર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. હજુ
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી અવાર નવાર જંગલી જાનવર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. હજુ બે દિવસ પહેલાં જ અમરેલીમાં એક સિંહ શિકારની શોધમાં રામદેવપીર મંદિરના પટાંગણમાં આવી ચડ્યો હતો. અને દુધાળા પશુના શિકાર માટે આંટાફેરા મારતો હતો. એવામાં ફરી અમરેલીમાં દિપડો આવી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : VIDEO: અમરેલીમાં મંદિરના પટાંગણમાં સિંહના શિકાર માટે આંટાફેરા, જુઓ CCTV
અમરેલી - ધારીના ભાડેર ગામના પેટ્રોલપંપ પર દીપડો ઘુસ્યો હતો. શિકારની શોધમાં સુમસાન વાતાવરણ વચ્ચે દીપડો લટાર મારવા નિકળ્યો હતો. રાત્રીના સમયે પેટ્રોલપંપ પર દીપડો આવી ચડ્યો હતો જેનો વીડિયો પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અચાનક દીપડો આવી ચડતા પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. છેલ્લા ઘણાં સમયથી વન્યપ્રાણીની ખુલ્લા વિસ્તારમાં અવર જવર વધી છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે.




