VIDEO: અમરેલીના હનુમાન ખીજડીયામાં બાળક ઉપર દીપડાનો હુમલો
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે દીપડાના હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વાડી વિ

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે દીપડાના હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં કપાસના ખેતરમાં રમી રહેલા ખેત મજૂરના ૬ વર્ષીય બાળક છયારામ રજાકભાઈ પર અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળી પિતા તુરંત દોડી આવતા દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. આ હુમલામાં માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને પ્રથમ વડિયા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ખેતરમાં દીપડાની હાજરીથી સમગ્ર હનુમાન ખીજડીયા ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ફાળ પડી છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.




