મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીના મોટા દેવળિયામાં ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત, પંથકમાં ફેલાઈ ગમગીની

અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત નીપજ્યા હોવાની

અમરેલીના મોટા દેવળિયામાં ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત, પંથકમાં ફેલાઈ ગમગીની
આ સમાચાર સાંભળો

અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ચારેય યુવકો પ્રસંગોપાત કામ પતાવ્યા બાદ ચેકડેમમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન ચારેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.

પરિવારજનોમાં શોકનો માહોલ

મૃતકોમાં મોટા દેવળિયા ગામના બે યુવકો તેમજ નવાગઢ, જેતપુરના બે યુવકોનો સમાવેશ થાય છે. ચારેય યુવકો ચેકડેમમાં ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લોકોએ કાંઠા પર માત્ર યુવકોનાં કપડાં પડેલા જોયા હતા. જેથી શંકા જતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિકો અને પોલીસની મદદથી ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના નામ
 
1) કનુભાઈ દેવજીભાઈ શિંગાળા 
2) સચિનભાઈ કાળુભાઈ શીંગાળા 
3)બલીભાઇ પ્રવીણભાઈ જેઠવા 
4)કેવિન પ્રવીણભાઈ જેઠવા 

આ સમાચાર શેર કરો