મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: લીંબુના ભાવમાં તોતિંગ વધારો, હોલસેલ બજારમાં ભાવ ₹50 થી ₹80 સુધી પહોંચ્યા

અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. માત્ર દ

અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. માત્ર દસ દિવસમાં હોલસેલ બજારમાં જે લીંબુ 10 થી 30 પ્રતિ કિલો મળતા હતા, તે આજે 50 થી 80 સુધી પહોંચી ગયા છે. અમદાવાદ APMCમાં હાલ દૈનિક 400 થી 500 ક્વિન્ટલ લીંબુની આવક માત્ર કાઠિયાવાડથી થઈ રહી છે, જે માંગ સામે ઓછી પડતા ભાવ આસમાને પહોંચ્યા છે. આગામી ગરમીના દિવસો અને રમઝાન માસને પગલે માંગ હજુ વધતા ભાવ વધુ વધવાની શક્યતા છે. લીંબુના આ કડવા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને રસોડામાંથી લીંબુ ગાયબ થવા લાગ્યા છે.

આ સમાચાર શેર કરો