VIDEO: પ્રોવિઝન સ્ટોર ચલાવતા લક્ષ્મણભાઈની દીકરીએ કોમર્સ પ્રવાહમાં મેળવ્યા 98.47 પર્સન્ટાઈલ
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરિણામ જાહેર થતા જ વડોદરાના છા
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરિણામ જાહેર થતા જ વડોદરાના છાણી વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. ટીપી-13માં રહેતા લક્ષ્મણભાઈ અગ્રવાલની પુત્રી કાજલે કોમર્સ પ્રવાહમાં 98.47 પર્સન્ટાઈલ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લક્ષ્મણભાઈ માટે આ ગર્વની ક્ષણ છે. કાજલ માત્ર ભણવામાં જ હોશિયાર નથી, પરંતુ તે અભ્યાસમાંથી સમય કાઢી પિતાની દુકાને કરિયાણું વેચવામાં મદદ પણ કરે છે. કાજલ જણાવે છે કે તે દિવસના ચાર કલાક મહેનત કરતી અને શાળાના શિક્ષણ પર વધુ ભાર આપતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ માનતી કાજલ હવે CA બની દેશની સેવા કરવા માંગે છે. 'બેટી બચાવો, બેટી પઢાવો'ના સૂત્રને સાર્થક કરતી કાજલની આ સફળતા અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.







