મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં વકીલે અસીલ પર કર્યો હિંસક હુમલો, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં વકીલ નોમાન ઘાંચીએ પોતાના જ અસીલ સ

અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં વકીલ નોમાન ઘાંચીએ પોતાના જ અસીલ સોહેલ કુરેશી પર હિંસક હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પગલે કોર્ટ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, અસીલે પોતાનો કેસ બીજા વકીલને સોંપી દેતા તેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટ રૂમ નંબર ૨ ની બહાર જ વકીલે અસીલને ગડદાપાટુનો માર માર્યો હતો અને લોખંડની વસ્તુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ બનેલી આ સળગતી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો