મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વકીલ પુત્ર પર હુમલો કરનાર બુટલેગરને ભણાવાયા કાયદાના પાઠ, દબદબો હતો ત્યાં આ રીતે કઢાયો વરઘોડો

સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારમારી લૂંટી લેનાર ત્રણ આરોપીની અગાઉ રાંદેર પ

સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને મારમારી લૂંટી લેનાર ત્રણ આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બિપિન મારુને ઝડપી લેવાયો હતો. બિપિન મારુનો જ્યાં દબદબો હતો તે વિસ્તારમાં જ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. 

હાથ જોડીને ચાલતો દેખાયો

રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો. જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું. બિપિન મારુનો આ વિસ્તારમાં ભારે રૌફ અને દબદબો ચાલતો હતો. ત્યારે પોલીસે આ જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો.જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ બે હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો. હાલ બિપિન મારુ 5 દિવસના રિમાન્ડ પર છે. 

શું હતો સમગ્ર મામલો?

સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી. એટલું જ નહીં આરોપીઓએ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા.

આ સમાચાર શેર કરો