VIDEO: પાલનપુરમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત, લેબ રિપોર્ટની રાહ
બનાસકાંઠાના પાલનપુર ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ કરી 403 લીટર

બનાસકાંઠાના પાલનપુર ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ કરી 403 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ના 500 એમએલના 806 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ.2.61 લાખ હોવાનું સામે આવ્યું છે. ઘીની ગુણવત્તા અંગે શંકા જતા તંત્રએ નમૂના લઈ સરકારી લેબોરેટરીમાં મોકલ્યા છે. હાલ જપ્ત કરાયેલા ઘીની ગુણવત્તાનો અંતિમ ખુલાસો લેબ રિપોર્ટ બાદ થશે. રિપોર્ટના આધારે જવાબદારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




