VIDEO: સુરતમાં તંત્રની બેદરકારીથી લાખો લિટર પાણીનો વેડફાટ
સુરતના હની પાર્ક રોડ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે ભર ઉનાળે લાખો લિટર પાણ

સુરતના હની પાર્ક રોડ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે ભર ઉનાળે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સરિતા ડેરી પાસે પાઇપલાઇન તૂટેલી હાલતમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓએ માત્ર ખાડો ખોદીને કામ અધૂરું મૂકી દેતા પીવાનું ચોખ્ખું પાણી રસ્તા પર વહી રહ્યું છે. એક તરફ કાળઝાળ ગરમીમાં તાપી નદીના પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રના બેજવાબદાર કર્મચારીઓની આ ગંભીર બેદરકારીને કારણે પાણીનો મબલખ બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




