VIDEO : Suratમાં બેફામ કારચાલકે ઉભેલા વાહનોને ઉડાવ્યા, રાત્રિ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ
સુરતના ભેસ્તાન ઉન વિસ્તારમાં ગત રાત્રિએ એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે જોરદાર અકસ્માત સર્જતા સમગ્ર પંથકમા

સુરતના ભેસ્તાન ઉન વિસ્તારમાં ગત રાત્રિએ એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે જોરદાર અકસ્માત સર્જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા ૩થી ૪ વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થિતિ તંગ બની હતી. જોકે, પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ ઉઠી છે.


