VIDEO: ક્ષત્રિય સમાજે લોકસભા ચૂંટણીમાં કઇ પાર્ટીને સૌથી વધુ મત આપ્યા?
સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીના સર્વેમાં ગુજરાતમાં કોને કેટલા મત મળ્યા તેને લઇને ખુલાસો થયો છે. ક્ષ
સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીના સર્વેમાં ગુજરાતમાં કોને કેટલા મત મળ્યા તેને લઇને ખુલાસો થયો છે. ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પર કોઇ અસર થઇ નહતી. ક્ષત્રિય સમાજના કોંગ્રેસ કરતા ભાજપને 20 ટકા વધુ મત મળ્યા હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ મહિલાઓએ પણ કોંગ્રેસ કરતા ભાજપને વધુ મત આપ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠક પર ભાજપ જ્યારે એક બેઠક બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય થયો હતો.




