મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad: કડદા કાંડ મામલે ગરમાયુ રાજકારણ, કોળી સમાજે AAPના બ્રિજરાજ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ

બોટાદના હડદડ ગામમાં ગત મહિને થયેલા કડદા કાંડ અને ત્યારબાદ ગામલોકો પર થયેલી પોલીસ ફરિયાદના પગલે રાજકારણ

બોટાદના હડદડ ગામમાં ગત મહિને થયેલા કડદા કાંડ અને ત્યારબાદ ગામલોકો પર થયેલી પોલીસ ફરિયાદના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીએ પીડિતોની મુલાકાત લીધા બાદ આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વીડિયો વાયરલ કરીને ટિપ્પણી કરતાં સમગ્ર મામલો વિવાદમાં ઘેરાયો છે. વિડીયો વાયરલ કરી કોળી સમાજના ભાગલા પાડવાની વાતનો બોટાદ જિલ્લા કોળી સમાજ દ્વારા વિરોધ કરાયો છે. બોટાદ જિલ્લા કોળીસમાજ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીનો વિરોધ કરવામાં આવ્યો છે. કોળીસમાજ આ અપમાન સાંખી નહીં લે તેવી ચીમકી આપી છે.  પુરુષોત્તમ સોલંકી પરિવાર જિંદાબાદના નારા લગાવી, બ્રિજરાજ સોલંકી  હાય હાય ના નારા લગાવી ઉગ્ર વિરોધ કરાયો છે. 

આ સમાચાર શેર કરો